VIDEO: બુરખો પહેરી પ્રેમિકાને મળવા પહોંચ્યો યુવક, પકડાઈ જતા લોકોએ ધોઈ નાખ્યો!
જહાનાબાદ (બિહાર): બિહારના જહાનાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સ

જહાનાબાદ (બિહાર): બિહારના જહાનાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની પ્રેમિકાને મળવા માટે પશ્ચિમ બંગાળનો એક યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો. જોકે, સ્થાનિક લોકોને તેની હરકતો શંકાસ્પદ લાગતાં તેઓએ તેને પકડી લીધો. ચહેરા પરથી નકાબ હટાવતા અંદર પુરુષ હોવાનું સામે આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બાદમાં યુવકને ધોઈ નાખ્યો હતો.
પ્રેમિકાને સરપ્રાઇઝ આપવા પહેર્યો બુરખો
આ ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ફિદા હુસૈન રોડની છે. ઝડપાયેલ યુવકની ઓળખ પશ્ચિમ બંગાળના કિશોર રાઠોડ તરીકે થઈ છે. અહેવાલ મુજબ, કિશોર અગાઉ જહાનાબાદમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. તે દરમિયાન તેની ઓળખ સ્થાનિક મુસ્લિમ યુવતી સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ગુરુવારે યુવક પોતાની પ્રેમિકાને સરપ્રાઇઝ આપવા અને તેને મળવા જહાનાબાદ પહોંચ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે તેણે કાળા રંગનો બુરખો પહેરી લીધો હતો.
શંકા જતાં લોકોએ પકડી લીધો
મહોલ્લામાં તેની ચાલ-ઢાલ અને વર્તન જોઈ સ્થાનિક લોકોને શંકા ગઈ. કેટલાક લોકોએ તેને રોકીને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવક ગભરાઈ ગયો. ત્યારબાદ લોકોએ તેનો નકાબ ઉતારતાં અંદર પુરુષ હોવાનું સામે આવ્યું. આ વાત ફેલાતાં મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થઈ ગયા. યુવકના ઈરાદા અંગે શંકા વ્યક્ત કરતાં કેટલાક લોકોએ તેની લાત-ઘૂસાં, જૂતાં અને લાકડીઓથી મારપીટ કરી.
પોલીસે પૂછપરછ શરૂ કરી
પરિસ્થિતિ બગડતાં સ્થાનિક લોકોએ ડાયલ-112 પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢીને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે નગર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.





