Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ronaldo gets emotional during the match, pays tribute by wearing the jersey of a teammate who died in a road accident

મેચ દરમિયાન ભાવુક થયો રોનાલ્ડો, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાથી ખેલાડીની જર્સી પહેરી આપી શ્રદ્ધાંજલિ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
મેચ દરમિયાન ભાવુક થયો રોનાલ્ડો, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાથી ખેલાડીની જર્સી પહેરી આપી શ્રદ્ધાંજલિ
સોર્સ : gstv

ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32ના એક અત્યંત રોમાંચક અને ભાવુક મુકાબલામાં પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ ફૂટબોલ જગતના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના નહતો આંસુ રોકી શક્યો અને મેદાન પર જ રડી પડ્યો હતો. પોર્ટુગલની ટીમે આ મેચ પોતાના દિવંગત સાથી ખેલાડી ડિઓગો જોટાની પ્રથમ પુણ્યતિથિ પર તેને સમર્પિત કરી હતી. રોનાલ્ડો આ મેચમાં જોટાની યાદમાં તેની 21 નંબરની જર્સી પહેરીને રમ્યો હતો.

App Store

1 વર્ષ પહેલા કાર અકસ્માતમાં થયું હતું અવસાન

લિવરપૂલના સ્ટાર ફોરવર્ડ ડિઓગો જોટા અને તેના ભાઈ આન્દ્રે સિલ્વાનું 3 જુલાઈ 2025ના રોજ સ્પેનમાં એક ભયાનક કાર દુર્ઘટનામાં મોત થયું હતું. આ દુર્ઘટના જોટાના લગ્નના માત્ર 11 દિવસ બાદ જ થયો હતો. જોટા પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમનો એક મહત્ત્વનો અને મજબુત ખેલાડી હતો. જેણે 49 મેચમાં 14 ગોલ કર્યા હતા. તેની પ્રથમ પુણ્યતિથિ હોવાથી સમગ્ર ટીમ અને ફેન્સ ભારે ભાવુક જોવા મળ્યા હતા.

મેચમાં પોર્ટુગલનું શાનદાર કમબેક

મેચમાં ક્રોએશિયાએ 53મી મિનિટે ઈવાન પેરિસિચના ગોલની મદદથી 1-0ની લીડ મેળવી લીધી હતી. જોકે, 68મી મિનિટે પોર્ટુગલને VAR રિવ્યુ બાદ પેનલ્ટી મળી હતી. જેને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લાસિક અંદાજમાં ગોલમાં ફેરવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ તરફ વધી રહી હતી, ત્યારે જ ઇન્જરી ટાઇમની ચોથી મિનિટે સબસ્ટિટ્યુટ ખેલાડી ગોન્સાલો રામોસે શાનદાર હેડર વડે ગોલ કરીને પોર્ટુગલને 2-1થી રોમાંચક જીત અપાવી હતી.

હવે સોમવારે સ્પેન સામે ટક્કર

ક્રોએશિયાના જોસ્કો ગ્વાર્ડિઓલે છેલ્લી ઘડીએ ગોલ કરીને મેચ બરાબરી પર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરી એકવાર VAR તપાસમાં તે ઓફસાઇડ જાહેર થતાં પોર્ટુગલનો વિજય નિશ્ચિત થયો હતો. આ રોમાંચક જીત સાથે હવે પોર્ટુગલની ટીમ આગામી સોમવારે ડલ્લાસ સ્ટેડિયમ ખાતે હાઈ-વોલ્ટેજ રાઉન્ડ ઓફ 16 મુકાબલામાં સ્પેન સામે ટકરાશે. મેચ પૂરી થયા બાદ રોનાલ્ડોએ જોટાની 21 નંબરની જર્સીમાં જ સ્ટેડિયમમાં આવેલા તમામ ફેન્સનો આભાર માન્યો હતો.