Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India will face Sri Lanka next month, BCCI announced the schedule!

VIDEO: ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર: આગામી મહિને શ્રીલંકા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, BCCIએ જાહેર કર્યું શિડ્યુલ!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારત 15 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ બંને મેચ વર્તમાન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલનો ભાગ રહેશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલેમાં રમાશે. ત્યારબાદ બીજી અને અંતિમ ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચો ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. વર્ષ 2017માં શ્રીલંકાની ધરતી પર 3-0થી મેળવેલી શાનદાર જીત બાદ ભારતનો આ પહેલો ટેસ્ટ પ્રવાસ છે.

App Store

ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

પહેલી ટેસ્ટ: 15 થી 19 ઓગસ્ટ

બીજી ટેસ્ટ: 23 થી 27 ઓગસ્ટ

અફઘાનિસ્તાનને હરાવ્યું

હાલમાં જ ભારતીય ટીમે એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બીજી તરફ શ્રીલંકા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. શ્રીલંકાની ટીમ પ્રથમ મેચમાં કારમી હાર બાદ વાપસી કરવાનો પ્રયાસ કરશે.

ભારત-શ્રીલંકા માટે મહત્વની સિરીઝ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના મહત્વના પોઈન્ટ્સ દાવ પર હોવાના કારણે બંને ટીમોની નજર જીત પર રહેશે. હાલમાં ભારત પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા અને શ્રીલંકા છઠ્ઠા સ્થાન પર છે. આવી સ્થિતિમાં આ આગામી સિરીઝ બંને ટીમો માટે WTC ફાઇનલની રેસમાં આગળ ચાલી રહેલી ટીમો સાથેનું અંતર ઓછું કરવાની એક મહત્વની તક છે.

ભારતનું પલ્લું ભારે

  • ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 46 ટેસ્ટ મેચ રમાઈ છે.
  • આ દરમિયાન ભારતીય ટીમનું પલ્લું ઘણું ભારે જોવા મળે છે.
  • બંને ટીમોની ટક્કરમાં ભારતે 22 ટેસ્ટ મેચ જીતી છે.
  • જ્યારે શ્રીલંકાની ટીમને માત્ર 7 મેચમાં જ જીત મળી છે.
  • 17 મેચ ડ્રોમાં પરિણમી છે.
  • શ્રીલંકાની ધરતી પર આ બંને ટીમો વચ્ચે 24 ટેસ્ટ મેચમાં આમને-સામનો થયો છે.
  • આ દરમિયાન ભારતને 9 અને શ્રીલંકાને 7 મેચમાં સફળતા મળી છે.
  • 8 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ છેલ્લે 2017માં શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ મેચ રમી હતી.
  • 3 મેચોની આ સિરીઝમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું હતું.