મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધરોઈ ડેમની જળ સપાટી 602.8 ફૂટ નોંધાઈ, ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક

રાજ્યભરમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે નદી, જળાશયો તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે.&nbsp

રાજ્યભરમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે નદી, જળાશયો તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે.  હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં મેઘ મહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના અંદાજીત સાતથી વધુ  જળાશયોમાં નવા નીર આવતા 90થી 100 ટકા જેટલા ભરાયા છે. 

 ધરોઈ ડેમની જળ સપાટી 602.8 ફૂટ નોંધવામાં આવી

રાજ્યના વિવિધ જળાશયો અને ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. મહેસાણાના સાબરમતી પર બનાવેલા ધરોઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  ધરોઈ ડેમની જળ સપાટી 602.8 ફૂટ નોંધવામાં આવી છે.

ડેમમાં પાણીનો સ્ટોક 38.84% નોંધવામાં આવ્યો

ડેમમાં પાણીનો સ્ટોક 38.84% નોંધવામાં આવ્યો છે. ઉપરવાસમાં ચાલુ સીઝને અત્યાર સુધી કુલ ૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમમાં વરસાદી પાણીની આવક 2638 ક્યુસેક થઈ રહી છે.

આ સમાચાર શેર કરો