મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરસ્વતી નદીમાં વિસર્જન વખતનો વીડિયો હચમચાવી દેશે, 5 મિનિટમાં 4ની જીંદગી ડૂબી

પાટણની સરસ્વતી નદીમાં સરસ્વતી નદીમાં મેલડી માતાના મંદિર નજીક બુધવારે મોટી દુર્ઘટના ઘટી હતી,

પાટણની સરસ્વતી નદીમાં સરસ્વતી નદીમાં મેલડી માતાના મંદિર નજીક બુધવારે મોટી દુર્ઘટના ઘટી હતી, ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં હતા જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા અને 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તે સમયે જાણ થતાં ઘટનાની જાણ થતા ફાયર વિભાગ, એમ્બ્યલન્સ, પોલીસ SDM, મામલતદાર તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ગણેશ વિસર્જન દરમ્યાન ચાર લોકોના મોત

ગણેશ વિસર્જન દરમ્યાન ગોઝારી ઘટનામાં સરસ્વતી નદીમાં એકજ પરિવારના ચાર સભ્યો ડૂબી જતાં તેમના મોત થયા હતા. ચાર કલાકની મહેનત બાદ હાથ મૃતદેહએ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ચારેય મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. 

નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ૭ લોકોના ડૂબવાનો વીડિયો સામે આવ્યો છે. બુઘવારે એક જ પરિવારના ૪ સભ્યો સહિત ૭ લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા હતા.  માતા, ૨ પુત્ર અને માતા સહિત એક જ પરિવારના ૪ સભ્યોના ડૂબવાથી મોત નીપજ્યાં હતા.

નીતિશભાઈના પત્ની અને બન્ને બાળકોના મોત

નીતિશભાઈ પ્રજાપતિના પરિવારમાં પોતે, તેમનાં પત્ની શીતલબેન, પુત્ર જિમિત અને બીજો પુત્ર દક્ષ રહેતાં હતાં. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં શીતલબેન, જિમિત અને દક્ષનું મોત થયું હતું. દક્ષ ધોરણ આઠમા ભણતો હતો અને જિમિત કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. 

અંતિમયાત્રામાં સમગ્ર વિસ્તાર બન્યો હતો ગમગીન

પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ડુબી જવાથી મોત થયા છે.ત્યારે આ ચારેય મૃતદેહોની એક સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી.જે સમયે કરુણસભર દ્રશ્યો સર્જાયા હતા..સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો. પાટણ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન ગોઝારી ઘટના બની હતી જેમાં સરસ્વતી નદીમાં ગણેશ મૂર્તિ વિસર્જન દરમ્યાન એકજ પરિવારના ચાર સભ્યો ડુબી જતા ચારેય વ્યક્તિઓના મોત થયા હતા

આ સમાચાર શેર કરો