ભાવનગર / TRB જવાને 400નો તોડ કરી દાદાને કહ્યું: અમે શરમ ભરીએ બીજા નઈ ભરે!
ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ તોડપાણી કરતા TRB જવાનના વીડિયોએ સમગ્ર સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. મળતા અહેવ
ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ તોડપાણી કરતા TRB જવાનના વીડિયોએ સમગ્ર સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના નિર્મળ નગર વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે રહેલા TRB જવાન તોડ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
TRB જવાને આપી વાહન ડીટેઇન કરવાની ધમકી
TRB જવાને વાહન ચાલકને રોક્યો હતો, ત્યારબાદ વાહન ચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા વાહન ડીટેઇન કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અંકલેશ્વર: ડ્રાઈવરને ઝોકું આવતા કારની ઝાડ સાથે ટક્કર, ભાવનગરના પરિવારના 3ના મોત
પહોંચ આપ્યા વગર જ TRB જવાને 400ની રોકડી કરી લીધી
વાહન ચાલક સાથે TRB જવાને રૂપિયા માંગ્યા હતા. તો બીજી તરફ કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વગર જ TRB જવાને 400ની રોકડી કરી લીધી. આ સમગ્ર મામલાનો વાહન ચાલકે વીડિયો ઉતારી લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા TRB જવાન સામે કઈ કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવાનું રહ્યું ?






