VIDEO: બોટાદના ખારા વિસ્તારમાં 30 વર્ષોથી ચાલે છે નવદુર્ગાના સ્વરુપોની આરાધના કરવાની પરંપરા
બોટાદ શહેરમાં નવરાત્રીની આ પાવન પર્વમાં એક અનોખી અને પ્રાચીન પરંપરા જીવંત ર
બોટાદ શહેરમાં નવરાત્રીની આ પાવન પર્વમાં એક અનોખી અને પ્રાચીન પરંપરા જીવંત રહી હોઈ તેવું જોવા મળે છે. બોટાદના ખારા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત રામદેવપીર મંદિરમાં છેલ્લા 30 વર્ષોથી મા નવદુર્ગાના સ્વરૂપોની આરાધના કરતા પર્વની સાચા અર્થમાં ભક્તિભાવ પૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય છે. ગરબા રમતી બાળાઓ મહિલાઓ આપણી મૂળભૂત સંસ્કૃતિ અને વારસાને જાળવીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
પારંપરિક રીતે ઉજવાય છે નવરાત્રી
બોટાદના ખારા વિસ્તારમાં ડીજેના ડિસ્કો ડાંડીયા કે ફિલ્મી ગીતોના તાલે નહીં, પરંતુ માત્ર તબલા, પેટી અને મંજીરાના સથવારે ગવાતા પરંપરાગત ગરબા જ ગૂંજે છે. મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમતી બાળાઓની મધ્યમાં માતાજીની સ્થાપના કરીને નાની બાળાઓ, બહેનો અને માતાઓ ગરબે ઘૂમે છે. આ દ્રશ્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવું છે, જ્યાં એક તરફ ધાર્મિક શ્રદ્ધા અને બીજી તરફ સાંસ્કૃતિક વારસો એકસાથે જોવા મળે છે. અહીંની એક વિશેષતા એ પણ છે કે, દરરોજ એક નાની બાળાને જુદા જુદા માતાજીનું સ્વરૂપ આપવામાં આવે છે. આ બાળાને મધ્યમાં રાખીને અન્ય બાળાઓ અને મહિલાઓ ગરબે રમે છે. આ પ્રથા દ્વારા નવી પેઢીને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી આપણી વર્ષો જૂની પરંપરાઓ જીવંત રહે.
લોકો પોતાની દિકરીઓને ગરબા રમવા મોકલે છે
આસપાસમાં રહેતા લોકો પણ પોતાની દીકરીઓને રામદેવપીર મંદિરે ગરબા રમવા મોકલે છે, રોજ અવનવા વેશભૂષા સાથે બાળાઓ હોશે હોશે પરંપરાગત ગરબામાં ભાગ લે છે. આજની આધુનિક દુનિયામાં, જ્યાં ઘણી જગ્યાએ નવરાત્રીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, ત્યાં બોટાદનું આ રામદેવપીર મંદિર આપણી ધરોહરને સાચવીને ગરબા કરવામાં આવે છે, નવી પેઢી માટે આ એક પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે.





