મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad news: ઉમેશ મકવાણા શું ભાજપમાં જોડાશે? AAPના સસ્પેન્ડ થયેલા ધારાસભ્યએ પૂર્વ કેબિનેટ મંત્રીને શુભેચ્છા પાઠવતા રાજકારણ ગરમાયું

ગુજરાતના બોટાદના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપના પૂર

Botad news: ઉમેશ મકવાણા શું ભાજપમાં જોડાશે? AAPના સસ્પેન્ડ થયેલા ધારાસભ્યએ પૂર્વ કેબિનેટ મંત્રીને શુભેચ્છા પાઠવતા રાજકારણ ગરમાયું

ગુજરાતના બોટાદના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રીને શુભેચ્છા પાઠવવાની પોસ્ટ જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલ ઉમેશ મકવાણા અને ભાજપના હાલ નિષ્ક્રિય પૂર્વ કેબિનેટ મંત્રીની મુલાકાતે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

 બોટાદ જિલ્લાના રાજકારણમાં ચર્ચા 

તો આ મુલાકાત બાદ બોટાદ જિલ્લાના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ બોટાદના રાજકારણમાં કિંગ મેકર તરીકે ઓળખાય છે. તો આ મુલાકાતની ચર્ચાનો વેગ મળ્યો છે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાતના ગણતરીના દિવસો બાકી છે તેમજ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે મુલાકાત મહત્વ પૂર્ણ બની રહે છે

આ સમાચાર શેર કરો