મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં મેટ્રોની કામગીરીથી લોકો પરેશાન, AAPએ ટ્રાફિકમાંથી મુક્તિ માટે લગાવ્યા નારા

સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વર્ષ-ર૦ર૧ થી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. જેના કા

સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વર્ષ-ર૦ર૧ થી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. જેના કારણે  વિવિધ જાહેર રસ્તાઓ પર બેરીકેટીંગ કરવામાં આવ્યા છે.  નિયત સમય મર્યાદામાં પ્રોજેકટની કામગીરી કરાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બે વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવેલ હોવાથી ઘણાં દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં રઘુકુળ માર્કેટ પાસેના ગરનાળા અને સહારા દરવાજા પરના ગરનાળા પર એક ભાગ બંધ કરવામાં આવ્યા છે. જેથી માર્કેટ વિસ્તારના હજારો વેપારીઓ અસરગ્રસ્ત થયા છે. જે બાબતે વિપક્ષ દ્વારા વેપારીઓને વેરા માફી અંગેની માંગણીઓને શાસકોએ બહુમતીના જોરે ફગાવીને વેપારીઓને રાહત આપવામાં શાસકોએ સદંતર બિનસંવેદનશીલ વલણ અપનાવેલું હોવાથી નારેબાજી કરવામાં આવી હતી.

આ રૂટ પર નિરાકણ લાવવા માગ

(૧) લંબે હનુમાન રોડ થઇ કાપોદ્રા થઇને લક્ષ્મણ નગર થઇને કારગીલ ચોક સુધીનો રોડ, 
(ર)  સુરત સ્ટેશનથી પોદ્દાર આર્કેડ સુધી આવવા જવાનો માર્ગ 
(૩) સુરત સ્ટેશનથી સહારા દરવાજા સુધીનો માર્ગ. 
(૪) સહારા દરવાજાથી એ.પી.એમ.સી.માર્કેટ સુધી બંને બાજુના રોડ
(પ) પર્વત પાટીયાથી આંજણા ફલાય ઓવરબ્રિજ સુધીના માર્ગ 
(૬) આર.ટી.ઓ.મજુરા ગેટ થી માન દરવાજા થઇને કમેલા દરવાજા સુધીનો માર્ગ
(૭) જુની એલ.બી.ટોકીઝથી ભટાર ચાર રસ્તા તરફ જતો માર્ગ
(૮) ડીંડોલી સાંઇ પોઇન્ટ તથા આ  સિવાય 
(૯) ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા સુધીનો માર્ગ તેમજ સોસીયો સર્કલ.

આ સમાચાર શેર કરો