VIDEO: Ahmedabadની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ DEOનો આદેશ, Suratની શાળામાં થશે રેન્ડમ ચેકિંગ
અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યા બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શહેરની તમામ શાળા
અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યા બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શહેરની તમામ શાળાઓને ખાસ આદેશ આપવામાં આવ્યા છે. આદેશ મુજબ હવે શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓની રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે.આ ચેકિંગનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પોતાની બેગમાં કોઈ ઘાતક હથિયાર અથવા સંદિગ્ધ વસ્તુ લઈને ન આવે. જો કોઈ વિદ્યાર્થી ઘાતક હથિયાર કે શંકાસ્પદ વસ્તુ સાથે ઝડપાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.સુરતમાં વિવિધ શાળાઓએ આ આદેશને અનુસરીને વિદ્યાર્થીઓની બેગની તપાસ શરૂ કરી દીધી છે. કેટલાક શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રિન્સિપાલ મહેશ પટેલે કહ્યું કે,"વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા સ્તરે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા નિયમિત રીતે ચાલશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને."



