મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદ/ શાંતિ એશિયાટિક સ્કૂલમાં થયો હતો ACમાં બ્લાસ્ટ, બાળકોના જીવને મૂક્યા જોખમમાં

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યની સંખ્યાબંધ શાળાઓમાં BU પરમિશન અને ફાય

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યની સંખ્યાબંધ શાળાઓમાં BU પરમિશન અને ફાયર સેફ્ટી મામલે પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ઘણી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી.  અમદાવાદના શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલ વિવાદમાં સપડાઈ છે.

સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા

મળતા અહેવાલ પ્રમાણે ગત રોજ સ્કૂલમાં ફાયરની ઘટના બની હતી ત્યારે શાળા સંચાલકોએ આ ઘટનાને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

 સ્મોકથી વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા

વાલીઓએ આજે સ્કૂલ પર પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગત રોજ સ્કૂલે આગ લાગી જ ન હતી તે બાબતનું સતત રટણ કર્યું હતું. વાલીઓએ જણાવ્યું કે ફાયર લાગ્યા બાદ સ્મોકથી વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. આ ઘટનાથી વાલીઓ પણ ચિંતામાં મૂકાયા હતા. વાલીઓએ સ્કૂલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ભારે આનાકાની બાદ અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હોવાનો આક્ષેપ

વાલીઓ દ્વારા ડાયેક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઇને હોબાળો મચાવતાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વાર પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી પરંતુ વાલીઓની માંગ છે કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા. 

સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ

એકાદ બે દિવસ પહેલા મણિનગરની સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોરની ઈલેક્ટ્રિક પેનલમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ કારણે સ્કૂલમાં અફડાતફરી મચી હતી. સ્કૂલના બાળકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકો અને શિક્ષકો, પટાવાળા દ્વારા  ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, તે પહેલા સ્કૂલ મેનેજમેન્ટે ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લીધી હતી, જોકે સદનસીબે જાનહાની ટળી હતી.

વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે. આ મોકડ્રીલ નહી પરંતુ રીતસરની આગ લાગી હોવાનો બનાવ છે. જો આ મોકડ્રીલ હતી તો ફાયર બ્રિગેડ અને ડી.ઓ સ્ટાફ કેમ હાજર ન હતો. જ્યારે વાલીઓ દ્વારા કોડિનેટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વાલીઓના ફોન કટ કરી દઇને કેમ બ્લોક કરવામાં આવ્યા. આ સમગ્ર મામલે શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહી ત્યાં સુધી અમે બાળકોના જીવ જોખમમાં મૂકી શાળાએ મોકલીશું નહી. 

આ સમાચાર શેર કરો