મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ગુજરાતના સરહદી વિસ્તારમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સ

ગુજરાતના સરહદી વિસ્તારમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. શિયાળુ સિઝન શરૂ થતાની સાથે જ વાવ-થરાદ વિસ્તારના કુડાળીયા, આછુવા અને રાછેણા સહિતના ગામોની સીમમાં એક જ વિસ્તારમાં ત્રણ કેનાલોમાં ભંગાણ સર્જાયું છે..

કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

કેનાલોની પૂરતી સફાઈ વગર પાણી છોડવાના કારણે આ ભંગાણ સર્જાયાનું ખેડૂતો જણાવી રહ્યા છે.... રાછેણા પાસેની કેનાલમાં તો 40 ફૂટ જેટલું મોટું ભંગાણ પડ્યું છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં રવિ સિઝનના વાવેતરને મોટું નુકસાન થયું છે.પહેલાં કમોસમી વરસાદ અને હવે કેનાલ ભંગાણથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક જ અઠવાડિયામાં પાંચ કેનાલોમાં ભંગાણ પડતાં ખેડૂતો માટે પાયમાલી જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ છે.

આ સમાચાર શેર કરો