સુરેન્દ્રનગર: અંકેવાળિયા ગામની શાળાને લાગ્યા તાળા, વિદ્યાર્થીઓ ગંદકીમાંથી પસાર થતા હોવાને કારણે વાલીઓએ લીધો નિર્ણય
દેશમાં અને રાજ્યમાં સ્વસ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અંકેવાળિયા ગામમાં ગંદકીનો સામ
દેશમાં અને રાજ્યમાં સ્વસ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અંકેવાળિયા ગામમાં ગંદકીનો સામ્રાજ્ય હોય તેવું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના અંકેવાળિયા ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શાળાએ જવાના રસ્તા પર ગંદકી હોવાના કારણે વિદ્યાર્થીઓ ગંદકીમાંથી શાળાએ જવા મજબૂર બન્યા હતા. રસ્તામાં કાદવ- કિચડ અને ગંદા પાણીથી ભરેલા ખાડાઓમાં મચ્છરનો ઉપદ્રવનો પણ ખતરો વધ્યો છે.
રસ્તા પર ગંદકીના કારણે બિમારીનું જોખમ
રસ્તા પર ગંદકીના કારણે બિમારીનું જોખમ પણ છેલ્લા ઘણા દિવસથી સતાવી રહ્યું છે. જો ગામમાં રોગચાળો ફાટી નીકળે તો તેનું જવાબદાર કોણ તે પણ પ્રશ્ન ઉઠ્યો છે.
ગંદકીમાંથી વિદ્યાર્થીઓ પસાર થતા વાલીઓમાં પણ ભારે રોષ
ગંદકીમાંથી વિદ્યાર્થીઓ પસાર થતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ગંદકીના કારણે ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા હતા. ગ્રામજનો અને વાલીઓની એક જ માંગ હતી કે શાળાએ જવાના માર્ગ પર ગંદકી સાફ નહીં કરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.






