મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ: હિરાસર એરપોર્ટ નજીક બનેલો આખો રોડ જ વરસાદમાં ઉખડી ગયો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વખતે વરસાદને કારણે કેટલીક તા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વખતે વરસાદને કારણે કેટલીક તારાજી સર્જાઇ છે. કેટલીક જગ્યાએ બ્રિજ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રોડ તૂટવાના બનાવ સામે આવ્યા છે. રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક બનેલો રોડ ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે. વરસાદમાં ખખડધજ બની ગયેલા આ રોડ પર કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તેની રાહ તંત્ર જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ રોડ પર કોઇ સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.

સરકાર જરા આ તરફ ધ્યાન આપજો

રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક રોડ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે. આ રોડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે થોડા વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઇ ગયો છે અને એક તરફનો રોડ જ તૂટી ગયો છે. આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોઇ શકાય છે. 

રાજકોટ લીંબડી હાઇવે પર અનેક વાહનોની અવર જવર રહે છે ત્યારે આ રોડ તૂટી જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો