મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કરોડોના ખર્ચે બની રહેલા નવા રસ્તાની કામગીરી જોઈને ભડક્યા ધારાસભ્ય, જાણો શું કર્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામમાં ભ્રષ્ટાચારની શંકા જતા ભાજપના જ ધ

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામમાં ભ્રષ્ટાચારની શંકા જતા ભાજપના જ ધારાસભ્યએ જ રોડ-રસ્તાની કામગીરી બંધ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 1 કરોડ 86 લાખના ખર્ચે આ રસ્તા બની રહ્યો હતો. ત્યારે આ મામલે પાટડીના  ધારાસભ્ય પી કે પરમારે કાર્યસ્થળ પર પહોંચીને રોડ-રસ્તાની કામગીરી બંધ કરાવી હતી.

ધારાસભ્યે આરોપ લગાવ્યો કે નબળી કક્ષાનું કામ ચાલતા બંધ કરવ્યું

ધારાસભ્યે ગંભીર આરોપ લગાવ્યો  હતો કે નબળી કક્ષાનું કામ ચાલી રહ્યું છે તે કારણે આ કામ બંધ કરવાની ફરજ પડી છે. ધારાસભ્યે જણાવ્યું કે ગુણવત્તાની ચકાસણી થયા પછી જ આ કામ શરૂ થશે.

ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ કાર્ય શરૂ કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ખુદ ધારાસભ્યોને હવે નબળી કક્ષાના કામો થતા હોવાના કારણે મેદાને આવું પડ્યું છે. લખતર પંચાયતથી સહયોગ વિદ્યાલય સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે તે કામ બંધ કરાવવામાં આવ્યું છે

આ સમાચાર શેર કરો