મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરના કુમકુમ અને કાલુપુર મંદિરમાં ઉજવાયો રંગોનો તહેવાર, અબીલ-ગુલાલ સાથે હરિભક્તોએ કરી ઉજવણી

અમદાવાદના સૌથી જૂન મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ધૂળેટીના ખાસ પર્વ

અમદાવાદના સૌથી જૂન મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ધૂળેટીના ખાસ પર્વે રંગોત્સવનું હર્ષોઉલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો હરિભક્તો ધૂળેટીના આ પાવનપર્વે રંગોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં અબીલ-ગુલાલ છાંટી હરિભક્તોએ રંગોના આ તહેવારની ઉજવણી કરી હતી. લાલજી મહારાજના સાનિધ્યમાં યોજાયુ ધુળેટીનું પર્વ.

અમદાવાદના કુમકુમ મંદિરમાં ઉજવાયુ ધૂળેટીનું પર્વ 

શહેરના કુમકુમ સ્વામિનારાયણ મંદિર તથા કાલુપુર મંદિરમાં ધામધૂમથી ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો ધૂળેટીના રંગોનો આ ઉત્સવ મનાવવા આવ્યા હતા. જ્યાં કુદરતી રંગો હવામાં ઉછાળી આ પાવન રંગો ભક્તો દ્વારા ઝીલાયા હતા. સાથે જ કેસૂડાના ફૂલ અને પાણીથી પણ શ્રદ્ધાળુઓએ આ પાવન પર્વની ઉજવણી કરી હતી.

આ સમાચાર શેર કરો