મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ: જિલ્લામાં 4 દિવસમાં 35 ઈંચથી વધુ વરસાદ, ખેતર, માર્ગ- ગામો બેટમાં ફેરવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારીએ મંગળ અને બુધવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારીએ મંગળ અને બુધવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 30-35 ઈંચ સુધીનો વરસાદ વરસાવી દેતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળતા દૂર દૂર સુધી નજર પહોચે ત્યાં સુધી જમીનો પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી. ભોગાક કુરંગા રોડ પરના ખેતરો પાણીથી તરબોળ, રૂપેણ બંદર વિસ્તારમાં પણ વરસાદે તારાજી સર્જી છે.

દ્વારકા જિલ્લામાં ચાર દિવસથી વરસી રહેલા વરસાદે તારાજી સર્જી
 
દ્વારકા જિલ્લામાં ચાર દિવસથી વરસી રહેલા વરસાદે તારાજી સર્જી હતી. દ્વારકાના ભોગાત કુરંગા રોડ પરના ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા દૂર દૂર સુધી ખેતરો પાણીમાં પાણી ભરાઈ જવાને કારણે મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા હતા, ઉલ્લેખનિય છે કે વરસાદને પગલે ખેડૂતોના મોઢે આવેલો કોડીયો છીનવાયો છે.

દ્વારકામાં વરસાદે તારાજી સર્જી  છે. ભોગાત ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા.  લોકોના ઘરોમાં પાણી આવી જતા અનાજ સહિત ઘરવખરીનો સામાન પલડી ગયો હતો, દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે.

ભારે વરસાદના કારણે અનેક બોટોમાં નુકસાન

ભારે વરસાદના કારણે અનેક બોટોમાં નુકસાની થતા અનેક માછીમારોને નુકસાન પહોચ્યું..તેમજ અનેક ઘરોમાં પાણી ઘુસતા અનેક મકાનોને પણ નુકસાન પહોચ્યુ.ઘરોમાં પાણી આવતા લોકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. જોકે દ્વારકામાં સેનાએ મોરચો સંભાળ્યો હતો. સંખ્યાબંધ જગ્યાએ પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

આ સમાચાર શેર કરો