મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું', આહીર રેજીમેન્ટની માંગ ફરી બુલંદ

રાજ્યના સોમનાથ ભાલકા તીર્થ ખાતે આહીર સમાજનું સંમેલન યોજાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત આહીર સમાજના પ્રમુ

રાજ્યના સોમનાથ ભાલકા તીર્થ ખાતે આહીર સમાજનું સંમેલન યોજાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે  ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહર ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 

જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું

જવાહર ચાવડાએ પોતાના સંબેધનમાં જણાવ્યું હતું કે  જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું. તેમણે કહ્યું કે આહીર સમાજ સરકાર પાસે કોઈ સહાય નથી માંગતું.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પાકિસ્તાનથી આવેલા એક પરિવારના 4 સભ્યોને મળી ભારતીય નાગરીકતા

ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા 

આ માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને એ ઓળખ છે આહીર રેજીમેન્ટ, જવાહર ચાવડાએ મંચ પર તલવાર પણ ખેંચી હતી. રેજાંગલામાં શહીદ 114 આહીર જવાનોની યાદમાં શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો