મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'સમાજનું બંધારણ જ સર્વોપરી', કિંજલ દવે મુદ્દે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખનું નિવેદન

'The constitution of the society is supreme', statement of Kinjal Dave issue | લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ બાદ ઊભા થયેલા વિવાદમાં હવે પાંચ

 લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ બાદ ઊભા થયેલા વિવાદમાં હવે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષીનો હવે કડક પ્રતિભાવ સામે આવ્યો છે. સમાજ દ્વારા જાહેર કરાયેલા બહિષ્કાર મુદ્દે કિંજલ દવેના નિવેદન બાદ જનક જોષીએ સમાજનું પક્ષ મજબૂતીથી રજૂ કરતાં કહ્યું છે કે, સમાજ કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરતું નથી, પરંતુ બંધારણ મુજબ નિર્ણય લેવાયો છે.

સમાજનું બંધારણ દરેક સભ્ય માટે સમાન રીતે લાગુ પડે છે: જનક જોષી

કિંજલ દવે દ્વારા સમાજને લઈને કરવામાં આવેલા નિવેદનો બાદ પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષીએ સ્પષ્ટ શબ્દોમાં પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. જનક જોષીનું કહેવું છે કે, સમાજ બહાર લગ્ન કરવું કોઈ કાયદેસર ગુનો નથી, પરંતુ દરેક સમાજનું પોતાનું બંધારણ હોય છે અને એ બંધારણ દરેક સભ્ય માટે સમાન રીતે લાગુ પડે છે. જનક જોષીએ જણાવ્યું કે, કિંજલ દવે કોઈ એક વ્યક્તિના નિર્ણયથી નહીં પરંતુ સમાજની મિટિંગમાં સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય મુજબ બહિષ્કૃત કરવામાં આવ્યા છે. આ નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ હજારો સમાજબંધુઓની હાજરીમાં લેવામાં આવ્યો છે.

કિંજલ દવે દ્વારા સમાજના આગેવાનોને “અસામાજિક તત્વો” કહેવામાં આવ્યા તે અંગે જનક જોષીએ આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સમાજના લોકોને અસામાજિક તત્વો કહેવું એ સંસ્કાર દર્શાવે છે. અસામાજિક તત્વો તે હોય છે, જે તોડફોડ કરે, ગુનાઓ કરે – સમાજ માટે નિયમ બનાવનારા લોકો નહીં.

સમાજે કિંજલ દવેને હંમેશા ગૌરવ માન્યા છે 

સમાજ લાઈફ પાર્ટનર નક્કી કરતો નથી, પરંતુ સમાજનું બંધારણ છે. પર સમાજમાં લગ્ન કરવું અમારા સમાજના નિયમ મુજબ ગુનો ગણાય છે. આ નિયમ દરેક માટે સમાન છે, કોઈ સેલિબ્રિટી માટે અલગ નથી. જનક જોષીએ વધુમાં કહ્યું કે, કિંજલ દવે ગાયિકાના ક્ષેત્રમાં આગળ વધ્યા તેમાં સમાજે ક્યારેય અવરોધ ઊભો કર્યો નથી. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ કરે છે, ગાયિકા હોવા છતાં સમાજ તરફથી કોઈ વિરોધ કે ટિપ્પણી કરવામાં આવી નથી. સમાજે કિંજલ દવેને હંમેશા ગૌરવ માન્યા છે. સાટા પ્રથા અંગે જનક જોષીએ જણાવ્યું કે, સાટા પ્રથા એક સામાજિક વ્યવસ્થા છે, કોઈ કાયદો નથી. સમાજમાં સાટા પ્રથાથી પણ અને વિના સાટા પ્રથાથી પણ લગ્ન થાય છે. સમાજ દીકરીઓની પાંખો કાપે છે એવો આરોપ યોગ્ય નથી, કારણ કે જો પાંખો કાપી હોત તો કિંજલ દવે આટલી ઊંચાઈએ પહોંચી જ ન હોત.

આ સમાચાર શેર કરો