VIDEO: સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, સપાટી 34 ફૂટે પહોંચતા 17 ગામોમાં એલર્ટ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ હોવાથી ડેમની સપ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાત્રીના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો. સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે.
ડેમની સપાટીમાં સતત વધારો
કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામતા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરૂ થઈ છે, જેના પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે શેત્રુંજી ડેમમાં 30,350 ક્યુસેક પાણીની આવક થવાથી રાત્રીના 2 કલાકના સમય આસપાસ ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો.
શેત્રુંજી ડેમમાં 8,117 ક્યુસેક પાણીની આવક યથાવત
રવિવારે સાંજના સમયે શેત્રુંજી ડેમમાં 8,117 ક્યુસેક પાણીની આવક યથાવત હતી, જેના પગલે ડેમની સપાટી 33.1 ફૂટે પહોંચી હતી. શેત્રુંજી ડેમમાં હાલ બે કલાકે 1 ઇંચ પાણીની સપાટી વધી રહી હતી. ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષથી શેત્રુંજી ડેમ છલકાય રહ્યો છે તેથી ચાલુ વર્ષે પણ ડેમ છલકાય તેની લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરના ઘણા વિસ્તારને પીવાનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત તળાજા સહિતના કેટલાક વિસ્તારમાં કેનાલ મારફત સિંચાઈ માટે શેત્રુંજી ડેમમાંથી પાણી આપવામાં આવતું હોય છે. શેત્રુંજી ડેમ હવે છલકાવવાની તૈયારી છે તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે અને ડેમ ઝડપથી છલકાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા






