Video-સુરતમાં યુવકની સરાજાહેર હત્યા કરનારા 4 આરોપીઓએ સરઘસમાં જોડ્યા હાથ, ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાયુ
સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સરાજાહેર હ

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓએ જાહેરમાં હત્યા કરી ડરનો માહોલ પેદા કર્યો હતો. જેથી ચારેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ સરઘસ વખતે લોકોની હાથ જોડીને માફી માગી હતી.
જાહેરમાં હત્યા કરી હતી
ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે (૧) આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉવ.૨૧ (૨) અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક ઉવ.૧૮ (૩) મુકેશ ભનુભાઇ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી.






