VIDEO: દાદા-દાદીને ગોળી મારી સ્કૂલે પહોંચ્યો વિદ્યાર્થી, શિક્ષકો અને મિત્રો પર પણ કર્યું અંધાધૂંધ ફાઈરિંગ!, 7 લોકોના મોત
થાઈલેન્ડની રાજધાની બેંગકોકની ઉત્તરમાં આવેલા એક પ્રાંતની સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અંધ

થાઈલેન્ડની રાજધાની બેંગકોકની ઉત્તરમાં આવેલા એક પ્રાંતની સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાઈરિંગ કર્યું હતું. આઠમા ધોરણના વિદ્યાર્થીએ પહેલાં શિક્ષકને ગોળી મારી અને પછી પોતાની જાતને પણ શૂટ કરી લીધી. ફાઈરિંગની આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૫ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે (૭ ઓગસ્ટ, ૨૦૨૬) સ્કૂલમાં થયેલી આ ફાઈરિંગની ઘટનામાં એક શિક્ષક અને શૂટર વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. સ્થાનિક પ્રસારક 'થાઈ પીબીએસ' અનુસાર, "નોંથાબુરી પ્રાંતના બાંગ ક્રુઆઈ જિલ્લાની એક જાણીતી હાઈસ્કૂલમાં ગોળીબાર થયો છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે."
ઘરે દાદા-દાદીની હત્યા કરી
પોલીસે જણાવ્યું કે હુમલાખોર વિદ્યાર્થી આઠમા ધોરણમાં ભણતો હતો. તેણે સ્કૂલે જતાં પહેલાં પોતાના ઘરે દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે સ્કૂલે પહોંચીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓ આ બંને હુમલા પાછળનું કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છે. પોલીસનું માનવું છે કે ગોળીબારમાં વપરાયેલી બંદૂક વિદ્યાર્થીએ પરિવારના જ કોઈ સભ્ય પાસેથી લીધી હતી.
શિક્ષણ મંત્રીએ આપ્યા તપાસના આદેશ
થાઈલેન્ડના શિક્ષણ મંત્રી પ્રસર્ટ ચંતારારુઆંગથોંગે સ્કૂલમાં થયેલી ગોળીબારની ઘટના બાદ તુરંત જ કાર્યવાહી અને મદદની ખાતરી આપી હતી તેમજ સંવેદનશીલ માહિતી શેર કરવામાં સાવધાની રાખવા અપીલ કરી હતી. X (ટ્વિટર) પર તેમણે કહ્યું, "હું અત્યારે ઉબોન રત્ચાથાની પ્રાંતમાં સરકારી કામથી આવ્યો છું અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મેં શિક્ષણ મંત્રાલય હેઠળની તમામ એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ સંબંધિત અધિકારીઓ અને સંગઠનો સાથે મળીને ઝડપથી કામ કરે જેથી પરિસ્થિતિનો જલ્દી ઉકેલ લાવી શકાય, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપી શકાય, અને અસરગ્રસ્ત તમામ લોકોની શારીરિક તથા માનસિક સ્થિતિનું તુરંત મૂલ્યાંકન કરીને તેમને પૂરેપૂરી મદદ અને સહયોગ આપી શકાય."
શિક્ષણ મંત્રીએ લોકોને કરી અપીલ
તેમણે વધુમાં કહ્યું, "હું દેશવાસીઓ અને મીડિયાને સહયોગ આપવા અપીલ કરું છું કે કૃપા કરીને સંવેદનશીલ તસવીરો, વીડિયો કે માહિતી આગળ ન મોકલો અથવા ન ફેલાવો, ખાસ કરીને જેમાં મૃતક, ઘાયલ, વિદ્યાર્થીઓ કે ઘટના સાથે જોડાયેલા લોકો દેખાતા હોય, તેમજ પુષ્ટિ વગરની માહિતી પણ શેર ન કરો, કારણ કે આનાથી પરિવારો અને અસરગ્રસ્ત લોકોના અધિકારો, ગોપનીયતા અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે."
તેમણે જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે આ વિસ્તારમાં થાઈલેન્ડમાં ગન (બંદૂક) રાખવાનો દર સૌથી વધુ છે; એવું અનુમાન છે કે ત્યાં લગભગ ૧ કરોડ (૧૦ મિલિયન) બંદૂકો ચલણમાં છે, એટલે કે દર સાતમાંથી એક નિવાસી પાસે બંદૂક છે.







