મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તસ્કરોની ટોળકીનો આતંક: જુનાગઢમાં પાંચ કારખાનાના તાળા તૂટ્યાં, પંચમહાલમાં 2 મકાનમાંથી લાખોની ચોરી

શિયાળાની ઋતુમાં ચોર તસ્કરોની ટોળકીઓ વિપુલ માત્રામાં કાર્યરત થઈ જાય છ

શિયાળાની ઋતુમાં ચોર તસ્કરોની ટોળકીઓ વિપુલ માત્રામાં કાર્યરત થઈ જાય છે. એની સાથે ખાસ તો ઉત્તરાયણ જેવો તહેવાર આવવાથી ચોર તસ્કરોની ટોળકીઓને વધુ મોકળાશ મળી જાય છે. એવામાં જૂનાગઢમાંથી પાંચ કારખાનાના તાળાં તૂટતા સમગ્ર પંથકમાં સનસનાટીનો માહોલ મચી જવા પામ્યો છે. જુનાગઢ જિલ્લામાં સાબાલપુર ચોકડી નજીક ધોરાજી રોડ પર તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે.

આ પણ વાંચો : બોટાદમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરતા બે શખ્સની પોલીસે કરી ધરપકડ

ટોળકીના અલગ અલગ સભ્યો દ્વારા કારખાનાના તાળા તોડીને ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો. જેમાંથી એક કારખાનાની ઓફિસમાં ચોરીનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો છે. ટોળકીના એક શખ્સ દ્વારા ડિજિટલ ફર્નિચરમાંથી રોકડ 40 હજારની ચોરી કરવામાં આવી હતી. અન્ય એંજલ એગ્રો સિડ્સમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. ચોરીને મામલે ડિજિટલ ફર્નિચરના માલિક દ્વારા 5 અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

પંચમહાલમાં તસ્કરોની ટોળકી દ્વારા 2 મકાનમાંથી લાખો રુપિયાની ચોરી

પંચમહાલમાં પણ તસ્કરોની ગેંગ ભારે આતંક મચાવી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગોધરાની બે સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બામરોલી રોડ પર આવેલી અરિહંત નગર અને આશ્રય વિલા સોસાયટીના મકાનોમાં તસ્કરોની ટોળકીએ તરખાટ મચાવ્યો છે. ઉત્તરાયણના પર્વ દરમ્યાન તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અજાણ્યા તસ્કરો બે મકાનોમાંથી લાખો રુપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. તસ્કરો મકાનમાં પ્રવેશ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા શહેર પોલીસ એકશનમાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે.

આ સમાચાર શેર કરો