મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સાબર ડેરી બહાર પશુપાલકો અને આગેવાનો વચ્ચે તણાવ સર્જાયો, પશુપાલકોએ લગાવ્યા ગંભીર આરોપ

સાબરકાંઠાની સાબર ડેરીની સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ સભા ખંડની બહાર પશુપાલકો અ

સાબરકાંઠાની સાબર ડેરીની સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ સભા ખંડની બહાર પશુપાલકો અને આગેવાનો વચ્ચે તણાવ સર્જાયો. પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ડિરેક્ટર જસુ પટેલે આરોપ લગાવ્યો કે સભામાં પશુપાલક પ્રતિનિધિઓના અવાજને દબાવવાનો પ્રયાસ થયો.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રતિનિધિઓને બોલવા દેવાયા ન હતા

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રતિનિધિઓને બોલવા દેવાયા ન હતા, અને જેઓએ અવાજ ઉઠાવ્યો તેમને પોલીસે દબાવ્યા હોવાની ફરિયાદ ઉઠી. જસુ પટેલે 14 જુલાઈના વિવાદ અંગે પોલીસે દાખલ કરેલી ફરિયાદ સામે હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી, જેમાં તેમના સહિત 74 આગેવાનો અને એક હજારથી વધુ અજાણ્યા લોકો સામે FIR નોંધાઈ હતી 

આ સમાચાર શેર કરો