VIDEO: રાપર તાલુકામાં કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત, 3 કલાકની ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ
કચ્છના રાપર તાલુકાના અમરાપર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નહાવા ગયેલા ચાર કિશોરો
કચ્છના રાપર તાલુકાના અમરાપર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નહાવા ગયેલા ચાર કિશોરો પૈકી ૧૫ વર્ષીય હરિ દજાભાઈ કોળીનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ન્હાતી વખતે અચાનક પગ લપસતા કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ભચાઉ ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાપર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.








