મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમાલ કુડૂ ગીત પર થિરક્યા માસ્તરજી, માથે દારૂનો ગ્લાસ રાખીને નાચવું ભારે પડ્યું

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં માથા પર દારૂનો ગ્લાસ રાખીને બોલિવૂડ ફિલ્મ "એનિમલ" ના ગીત પ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં માથા પર દારૂનો ગ્લાસ રાખીને બોલિવૂડ ફિલ્મ "એનિમલ" ના ગીત પર નાચવું એક શિક્ષકને મોંઘુ પડ્યું. ડાન્સિંગ વીડિયો સામે આવ્યા પછી, BSA એ કાર્યવાહી કરી. શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પાર્ટીમાં માથા પર દારૂનો ગ્લામ મૂકીને ડાન્સ કરનાર શિક્ષકને બીએસએએ સસ્પેન્ડ કરી દીધાં છે. મલકપુર સ્થિત કમ્પોઝિટ સ્કુલમાં તૈનાત શિક્ષક સુનીલ કુમારનો માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની તપાસ બાદ બીએસએએ કાર્યવાહી કરી છે. 

માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરતાં નજર આવ્યા શિક્ષક

બે અઠવાડિયા પહેલા એક શિક્ષકનો દારૂ પાર્ટીમાં ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે એક પાર્ટીમાં દારૂ પાર્ટી કરવા દરમિયાન માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યાં હતાં. જેની અમુક લોકોએ ફરિયાદ બીએસએ રિતુ તોમરને કરી હતી. 

ઘટનાની જાણ થતાં બીએસએ રિતુ તોમરે આ બાબતની તપાસ માટે 3 સભ્યોની એક ટીમ બનાવી હતી. વાયરલ વિડિયોની લગભગ 20 દિવસની તતપાસમાં ટીમને આ વિડિયો સાચો લાગ્યો. તપાસ કમિટિએ આ મામલે એક રિપોર્ટ બનાવીને મંગળવારે બીએસએ રિતો તોમરને સોંપ્યો હતો.

કમ્પોઝિટ સ્કુલમાં તહેનાત છે શિક્ષક સુનીલ કુમાર

તપાસ બાદ સામે આવ્યું કે ગામ મલકપુર સ્થિત કમ્પોઝિટ સ્કુલમાં તહેનાત શિક્ષક સુનીલ કુમાર એક પ્રાઈવેટ પાર્ટીમાં દારૂનો ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરી રહ્યાં છે. જેને વિભાગે અનૈતિક અને શિક્ષકના સામાજિક ધર્મ વિરુદ્ધ માન્યો. બીએસએ રિતુ તોમરે જણાવ્યું કે તપાસ બાદ આરોપિત શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ સમાચાર શેર કરો