VIDEO : દારુના નશામાં નહીં પણ આ કારણે પડી ગઈ મૌની રોય! પતિએ માંડ-માંડ ઉભી કરીને ગાડીમાં બેસાડી

મૌની રોય પતિ સૂરજ નાંબિયાર તથા બહેનપણી દિશા પટાણી સાથે ન્યૂ યર પાર્ટી મનાવવા ગઈ હતી. આ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે તે લથડિયું ખાઈ ધડામ સાથે નીચે પડી ગઈ હતી.
બહેનપણી દિશા પટાણી અને પતિ સૂરજે તેને ટેકો આપીને ઊભી કરી હતી. બાદમાં પતિ તેને ટેકો આપીને કાર સુધી લઈ ગયો હતો અને કારમાં બેસાડી હતી.
મૌનીએ પાર્ટીમાં વધારે પડતા દારુનું સેવન કરી લીધું હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. જોકે, કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી કે હાઈ હિલના કારણે તે સંતુલન ન જાળવી શકી હોય તેવું પણ બની શકે છે.

