મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાના આ ગામમાંથી નકલી દારુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, જુઓ પોલીસને અહીંથી શું-શું મળ્યું

મહેસાણાઃ ગુજરાતમાં નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી ડોક્ટરો, નકલી ખાતર સહિત નકલી સિ

મહેસાણાના આ ગામમાંથી નકલી દારુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, જુઓ પોલીસને અહીંથી શું-શું મળ્યું

મહેસાણાઃ ગુજરાતમાં નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી ડોક્ટરો, નકલી ખાતર સહિત નકલી સિમેન્ટ પણ ઝડપાઈ ચૂકી છે. ત્યારે હવે કડીના અચરાસણ ગામની સીમમાંથી નકલી દારુ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઇ છે. 

અચરાસણમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરીમાંથી 100 લીટર વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. આ ઉપરાંત વિદેશી દારૂ સાથે 450 લીટર ફ્લેવરયુક્ત કેમિકલ પકડાયું છે. પોલીસે નકલી ફેક્ટરી ચલાવનાર ગગન પટેલ અને હર્ષદ વાઘેલા નામના શખ્સોને પણ ઝડપી પાડ્યા છે.

કડી પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી, જ્યાં અચરાસણ ગામની સીમમાં એક ફેકટરીમાં નકલી દારૂ બનતો હોવાનું સામે આવ્યું હતું. બોટલ અને સ્ટીકર સહિત અન્ય મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

આ સમાચાર શેર કરો