VIDEO: તત્કાલ ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ! IRCTCની નવી વેબસાઈટ પર હેંગ થવાની ઝંઝટ ખતમ, જાણો ટિકિટ બુક કરવાની નવી રીત
IRCTCએ 15 જુલાઇ 2026ના રોજ પોતાન

IRCTCએ 15 જુલાઇ 2026ના રોજ પોતાની નવી વેબસાઈટ લોન્ચ કરી દીધી છે. આ નવા પોર્ટલનો મુખ્ય હેતુ ટ્રેન ટિકિટ બુકિંગને પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાનો છે. લાંબા સમયથી મુસાફરોની ફરિયાદ રહેતી હતી કે ટિકિટ બુકિંગ દરમિયાન વેબસાઈટ સ્લો (ધીમી) થઈ જાય છે, વારંવાર કેપ્ચા (Captcha) ભરવો પડે છે અને ઘણા બધા પોપ-અપ્સના કારણે ખાસ કરીને તત્કાલ (Tatkal) બુકિંગ સમયે ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે નવી વેબસાઈટમાં મુસાફરોને આ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. અહીં જાણો નવી વેબસાઈટ પર તમે કેવી રીતે સરળતાથી ટિકિટ બુક કરી શકશો:
IRCTCની નવી વેબસાઈટ પરથી આ રીતે બુક કરો ટ્રેન ટિકિટ
સ્ટેપ 1: વેબસાઈટ પર લોગિન કરો: સૌથી પહેલા IRCTCની નવી 'Beta' વેબસાઈટ ખોલો અને તમારા યુઝર આઈડી (User ID) તથા પાસવર્ડ વડે લોગિન કરો. જો તમારું એકાઉન્ટ ન હોય, તો પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
સ્ટેપ 2: મુસાફરીની વિગતો ભરો: હવે From Station (ક્યાંથી), To Station (ક્યાં સુધી), મુસાફરીની તારીખ અને ક્લાસ (Sleeper, AC વગેરે) પસંદ કરો. ત્યારબાદ 'Search Trains' પર ક્લિક કરો.
સ્ટેપ 3: ટ્રેન અને સીટ પસંદ કરો: હવે તમારી સામે ઉપલબ્ધ ટ્રેનોનું લિસ્ટ દેખાશે. અહીં સીટની ઉપલબ્ધતા, ભાડું અને સમય જોઈને તમારી પસંદગીની ટ્રેન સિલેક્ટ કરો.
સ્ટેપ 4: મુસાફરોની માહિતી ભરો: હવે મુસાફરનું નામ (Passenger Name), ઉંમર, જેન્ડર (જાતિ), મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો. જરૂર જણાય તો ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને અન્ય વિકલ્પો પણ પસંદ કરી શકો છો.
સ્ટેપ 5: પેમેન્ટ કરો અને ટિકિટ ડાઉનલોડ કરો: હવે UPI, નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા અન્ય ઉપલબ્ધ ઓપ્શન દ્વારા પેમેન્ટ કરો. પેમેન્ટ પૂરું થતાં જ તમારી ઈ-ટિકિટ જનરેટ થઈ જશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા SMS/ઈમેલ દ્વારા પણ મેળવી શકો છો.
તત્કાલ (Tatkal) ટિકિટ બુકિંગ થશે પહેલા કરતાં સુપરફાસ્ટ
નવી વેબસાઈટનો સૌથી મોટો ફાયદો તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન જોવા મળી શકે છે. વેબસાઈટને વધુ ટ્રાફિક હેન્ડલ કરી શકે તે રીતે અપગ્રેડ કરવામાં આવી છે, જેથી પીક અવર્સ (મુખ્ય સમયે) પણ સારી સ્પીડ મળવાની આશા છે. આ સાથે જ પોપ-અપ અને વધારાના સ્ટેપ્સ પણ ઘટાડી દેવામાં આવ્યા છે.
IRCTCની નવી વેબસાઈટમાં કરવામાં આવ્યા આ મોટા ફેરફાર
નવી વેબસાઈટમાં સૌથી મોટો ફેરફાર તેનું ઈન્ટરફેસ (ડિઝાઈન) છે. હવે હોમપેજ પહેલા કરતાં વધુ સાફ-સુથરું અને ક્લીન દેખાય છે. જરૂરી ઓપ્શન્સ સરળતાથી નજરે ચડે છે, જેથી નવા યુઝર્સને પણ ટિકિટ બુક કરવામાં કોઈ તકલીફ નહીં પડે. આ વેબસાઈટને મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપ ત્રણેય પર એકદમ સ્મૂધલી વાપરી શકાશે.






