VIDEO BREAING: જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના, મોટી જાનહાનિ ટળી
જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે

જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક છકડો રિક્ષા અને બે કાર વચ્ચે ટક્કર થતા અફરા-તફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટથી ઉપલેટા તરફ એક છકડો રિક્ષા જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, કાર અનિયંત્રિત બનીને હાઇવેના ડિવાઈડરની રેલિંગ તોડીને સામેથી રાજકોટ તરફ જતી સ્વિફ્ટ કાર સાથે અથડાઈ હતી.સદનસીબે, આ ગંભીર અકસ્માત હોવા છતાં અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પોલીસની કાર્યવાહી અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.




