મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 'તત્કાલીન PM નેહરૂએ સોમનાથના પુનરોદ્ધારનો કર્યો હતો વિરોધ', સોમનાથની ધરતી પરથી પીએમ મોદીનો પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથની પવિત્ર ધરતી પરથી સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય સ્વા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથની પવિત્ર ધરતી પરથી સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે, આપણા સાંસ્કૃતિક સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે, પરંતુ વિદેશી આક્રમણખોરોએ તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, આઝાદી બાદ સોમનાથનો પુનરોદ્ધાર એ આપણી પ્રાથમિકતા હતી. સરદાર પટેલે આ ભગીરથ કાર્ય શરૂ કર્યું, પરંતુ તે સમયે તત્કાલીન વડાપ્રધાન નેહરૂના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પીએમએ આકરા શબ્દોમાં ઉમેર્યું કે, આજે પણ દેશમાં એવી શક્તિઓ સક્રિય છે જેમને રાષ્ટ્રીય ગૌરવ કરતા 'તુષ્ટીકરણની રાજનીતિ' વધુ વહાલી છે. રામ મંદિરના નિર્માણ વખતે પણ આ જ માનસિકતાએ અવરોધો ઉભા કર્યા હતા, પરંતુ હવે ભારત પોતાના વારસાની પુનઃપ્રતિષ્ઠા માટે મક્કમ છે.

આ સમાચાર શેર કરો