VIDEO: ઉમરગામમાં જંગલની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો મુદ્દે તંત્ર એક્શન મોડમાં, માપણીની કામગીરી હાથ ધરાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામના પળગામ ગ્રામપંચાયત વિસ્તારમાં જંગલની જમીન પર થયેલા ગ
વલસાડ જિલ્લાના ઉમરગામના પળગામ ગ્રામપંચાયત વિસ્તારમાં જંગલની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો મામલે ઉઠેલી વ્યાપક ફરિયાદોના પગલે આજે તંત્ર હરકતમાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને ડી.એલ.આર.ની સંયુક્ત ટીમો દ્વારા વિવાદાસ્પદ જમીનની માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સઘન માપણીના પગલે જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
જોકે, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જે અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, તેઓ જ હાજર ન રહેતા તંત્રની કામગીરી અવઢવમાં મુકાઈ હતી. વહીવટી તંત્રની આ કાર્યવાહી આગામી સમયમાં દબાણ દૂર કરવા માટેની મોટી કવાયત ગણાઈ રહી છે.



