VIDEO: વલસાડ / સોળસુંબા ગ્રામપંચાયતની ગંભીર બેદરકારી, જૂની પાણીની ટાંકીમાં તિરાડથી ખતરો
Valsad / Serious negligence of Solasumba Gram Panchayat | વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામપંચાયતમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અઠવાડિક બજાર ભરા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામપંચાયતમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અઠવાડિક બજાર ભરાતા મેદાનમાં આવેલી જૂની પાણીની ટાંકીમાં મોટી તિરાડ પડતાં અકસ્માતની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ટાંકીમાંથી આસપાસના ચાર વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ થાય છે, છતાં તેનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બજાર અને પાણી વિતરણ બંને એક જ સ્થળે ચાલે છે, જે જોખમ વધારતું હોવાનું માનવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામપંચાયતના કામકાજમાં ઢીલાશ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે.


