મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Valsad / ઉમરગામમાં હીટવેવનો પ્રચંડ કહેર; પાણી પુરવઠા યોજનાઓ નિષ્ફળ જતાં કરોડોનું નુકસાન, પાણીની તંગી સર્જાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ હિટવેવની પ્રચંડ અસરને કારણે જળ, જમીન અને જીવન ત્રણેય કફોડી સ્થિતિ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ હિટવેવની પ્રચંડ અસરને કારણે જળ, જમીન અને જીવન ત્રણેય કફોડી સ્થિતિમાં મુકાયા છે. કાળઝાળ ગરમીને લીધે તળાવોના પાણીનું બાષ્પીભવન ઝડપી બન્યું છે, જેના કારણે મૂંગા પશુ-પક્ષીઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોવા છતાં સમુદ્રની ગરમ હવાને લીધે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. એક તરફ કુદરતી વહેણો પાસે ઉદ્યોગોના અતિક્રમણથી ભૂગર્ભ જળના સ્તર ઊંડા ઉતરી ગયા છે, તો બીજી તરફ કરોડોના ખર્ચે બનેલી પાણી પુરવઠા યોજનાઓ નિષ્ફળ જતાં સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે. મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં સોસાયટીઓ અને ગામડાઓમાં પાણીની તીવ્ર તંગી સર્જાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો