મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Valsad / પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં ₹9.50 લાખની ઉચાપત કરનાર માર્કેટિંગ એજન્ટ ઝડપાયો

વલસાડમાં આગૌરવ પથ પર આવેલી પ્રતિષ્ઠિત 'સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ'માં વિદ્યાર્થ

વલસાડમાં આગૌરવ પથ પર આવેલી પ્રતિષ્ઠિત 'સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ'માં વિદ્યાર્થીઓની ફીના રુપિયા 9.50 લાખની ઉચાપત કરી છે. સંસ્થાના સંચાલક રાકેશ કરણસિંહ ચૌહાણ બીમાર પડતાં, તેમણે વર્ષ 2025માં ફરી નોકરીએ રાખેલા માર્કેટિંગ એજન્ટ વિજયેન્દ્ર ગૌનાડેને ફી ઉઘરાવી ઘરે પહોંચાડવાની જવાબદારી સોંપી હતી. જોકે, આ કર્મચારી વિદ્યાર્થીઓ પાસેથી એકઠી થયેલી લાખોની ફી સંચાલક કે સંસ્થાના એકાઉન્ટમાં જમા કરાવ્યા વિના જ ફરાર થઈ ગયો હતો. છેતરપિંડીની જાણ થતાં જ સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વલસાડ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ગણતરીના કલાકોમાં જ આરોપી માર્કેટિંગ એજન્ટ વિજયેન્દ્ર ગૌનાડેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો