મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં આકરી ગરમીને લીધે પાકની ગુણવત્તામાં ઘટાડો, યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી

વલસાડ જિલ્લાના ઉમરગામમાં કાળઝાળ ગરમીએ ખેડૂતોની કમર તોડી નાખી છે. અસહ્ય તાપમાનની સીધી અસર શ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં કાળઝાળ ગરમીએ ખેડૂતોની કમર તોડી નાખી છે. અસહ્ય તાપમાનની સીધી અસર શાકભાજી અને ફળોના પાક પર જોવા મળી રહી છે. ગરમીને કારણે ફળો અને શાકભાજીનો કુદરતી રંગ અને સુંદરતા ફીકી પડી ગઈ છે, જેના કારણે બજારમાં તેને યોગ્ય ભાવ મળતા નથી.

વધતા જતા પ્રદૂષણ અને ઘટતા ભૂગર્ભ જળને લીધે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક તરફ ખેડૂતોએ પાક ઉછેરવા માટે ભારે જહેમત ઉઠાવી છે, તો બીજી તરફ બજારમાં મળતા ઓછા ભાવ ખેડૂતોને બેવડો માર મારી રહ્યા છે. ખેતીકામ ખેડૂતો માટે મુશ્કેલ બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો