મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામ GIDCમાં પોલીસ આઉટ પોસ્ટનું કામ ગોકળગતિએ, 6 મહિને એક કામ થતું હોવાના આક્ષેપ

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC વિસ્તારમાં બારસોથી વધુ નાના-મોટા ઉદ્યોગ એકમો કાર્યરત છે, છતાં મુખ્ય માર્ગ પર

તસવીર: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC વિસ્તારમાં બારસોથી વધુ નાના-મોટા ઉદ્યોગ એકમો કાર્યરત છે, છતાં મુખ્ય માર્ગ પર બનતી પોલીસ આઉટ પોસ્ટ પાંચ વર્ષથી પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે. લોકભાગીદારીથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટમાં વર્ષે છ મહિને એક કામ થતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ઉદ્યોગ જગતના આગેવાનો મોટા દાવા કરે છે, પરંતુ કામ પૂર્ણ કરવામાં ધીમી ગતિ જોવા મળી રહી છે. ઉમરગામ સ્ટેશન નજીક આવેલી આ પોલીસ આઉટ પોસ્ટ શરૂ થશે તો પોલીસ કર્મચારીઓને સુવિધા મળશે તેમજ ટ્રાફિક અને બેફામ દોડતા વાહનો પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. હાલમાં લોકોમાં આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો