VIDEO: જખૌ નજીક શંકાસ્પદ ટ્રાન્સપોન્ડર બિનવારસી હાલતમાં મળ્યું, સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છના જખૌ નજીક સુલેમાનપીર ટાપુ ખાતેથી ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા એજન્સીઓન
કચ્છના જખૌ નજીક સુલેમાનપીર ટાપુ ખાતેથી ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા એજન્સીઓને એક શંકાસ્પદ સેટેલાઇટ-બેઝ્ડ ટ્રાન્સપોન્ડર બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ મામલે જખૌ પોલીસ, સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. ભુજ અને એલ.આઈ.બી.ની સંયુક્ત ટીમોએ સાથે મળીને તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ આ દરિયાઈ સરહદ પરથી મિસાઈલ સેલ અને ચાઈનીઝ ડ્રોન જેવાં શંકાસ્પદ સાધનો પણ તણાઈ આવેલાં મળી ચૂક્યાં છે. દેશની દરિયાઈ સરહદ પર સતત મળી રહેલી આ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓને પગલે તમામ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની ગઈ છે અને સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સઘન તપાસ તેજ કરી દેવામાં આવી છે.



