મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના પશ્ચિમ દરિયા કિનારે ફરી એકવાર શંકાસ્પદ બિનવારસી પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

કચ્છના પશ્ચિમ દરિયા કિનારે ફરી એકવાર શંકાસ્પદ બિનવારસી પેકે

તસવીર: gstv

કચ્છના પશ્ચિમ દરિયા કિનારે ફરી એકવાર શંકાસ્પદ બિનવારસી પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બી.એસ.એફ.ને ઈબ્રાહિમ બેટ વિસ્તારમાંથી વધુ 11 બિનવારસુ પેકેટો મળી આવ્યા છે. શનિવારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન દરિયા કિનારે આ પેકેટો મળી આવ્યા હતા. કેટલાક પેકેટ પર “અરેબિયન પ્રોડક્ટ” તેમજ અન્ય પર “ખાલિજ પ્રોડક્ટ” લખાણ જોવા મળ્યું છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પદાર્થના પેકેટો મળી ચૂક્યા છે. ઘટનાને પગલે બી.એસ.એફ. અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

આ સમાચાર શેર કરો