VIDEO: કચ્છના નારાયણ સરોવર નજીક શંકાસ્પદ ચાઈનીઝ ડ્રોન મળ્યું, સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છ જિલ્લાના નારાયણ સરોવર નજીક તહેરા ગામ પાસે બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ ચાઈનીઝ ડ્રોન મળી આવતાં
કચ્છ જિલ્લાના નારાયણ સરોવર નજીક તહેરા ગામ પાસે બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ ચાઈનીઝ ડ્રોન મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોને ઝાડીમાં પડેલું ઇલેક્ટ્રોનિક ડ્રોન નજરે પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ડ્રોન પર મેડ ઈન ચાઈના જોવા મળ્યું છે.
ચાર પંખા, સર્કિટ વાયર અને બેટરી સાથે પીળા બેલ્ટવાળું આ ડ્રોન મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. નારાયણ સરોવર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સરહદી વિસ્તાર નજીક મળેલા આ ડ્રોનને લઈને સુરક્ષા દૃષ્ટિએ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.


