VIDEO: સુરેન્દ્રનગરના જેપરમાં ટેકનિકલ ખામી બાદ આજે ફરી મતદાન, આવતીકાલે થશે મતગણતરી
સુરેન્દ્રનગર જિલ્લાના જેપરમાં ટેકનિકલ ખામી બાદ

સુરેન્દ્રનગર જિલ્લાના જેપરમાં ટેકનિકલ ખામી બાદ આજે ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ઇવીએમ મશીનમાં ખામી સર્જાતા ગઈકાલે મતદાન મોકૂફ રાખાયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફરીથી પ્રક્રિયા શરૂ થઈ. ચૂંટણી પંચે ગામમાં ઢોલ વગાડી જાણ કરી હતી, જેથી વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી. આવતીકાલે મતગણતરી યોજાશે.








