મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: પોલીસ કમિશનરના PA ઉપર હુમલો, આ મામલે ભાજપનો ખેસ ધરાવતી કાર કબજે

સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી. ટ્રાફિક હટાવવા ગયેલા પોલી

સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી. ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે ટ્રાફિક જામ થયો હતો. દરમિયાન લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક દ્વારા કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનારની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો છે. 

હેડ કોન્સ્ટેબલ પર હુમલો

જેના પર હુમલો થયો હતો તેમનું નામ અક્ષય આહીર છે. તેઓ પોલીસ કમિશનર કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અક્ષય રાત્રે 10 વાગ્યા બાદ ઘરે જઈ રહ્યા હતા તે સમયે તેમણે વરાછા ઢાળ પાસે ટ્રાફિક જોયો હતો. ટ્રાફિક ક્લિયર કરવા ઉતરેલા આ કોન્સ્ટેબલ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હતો.

મોઢા અને નાકના ભાગે માર માર્યો

જે કારમાંથી ભાજપનો ખેસ મળ્યો છે તે કાર ચાલકે કોન્સ્ટેબલનું ગળું પકડી લીધું હતું અને પોતાની પાસે રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો. આ ઘટનામાં કોન્સ્ટેબલ અક્ષય આહીરને નાકના ભાગે ફેક્ચર થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર માલિકનું નામ દિવ્યેશકુમાર વલ્લભભાઈ કસલા હોવાનું સામે આવ્યું છે. 

ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ દ્વારા આ કાર કબજે કરવામાં આવી અને કારનો માલિક કતારગામ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો