મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સુઈગામ તાલુકા પર આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભર

ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ સુઇગામ તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચથી વધુ ખાબકતા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાવ વિસ્તારમાં ચાર ઇંચ, થરાદમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 

બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મેઘમહેરના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. તેવામાં આજે રવિવારે બનાસ નદીમાં એક યુવક ફસાયેલો હોવાની જાણ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ દ્વારા જોખમી ઓપરેશન થકી યુવકનો જીવ બચાવીને લેવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો