Video: અમીરગઢમાં જીવના જોખમે નદી પાર કરતાં વિદ્યાર્થીઓ, બ્રિજ બનાવવા બુલંદ માંગ
બનાસકાંઠાના અમીરગઢના કાકવાડામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે બનાસ નદી પસાર કરવા મજબૂર બન્યા છે. અનેક વર્
બનાસકાંઠાના અમીરગઢના કાકવાડામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે બનાસ નદી પસાર કરવા મજબૂર બન્યા છે. અનેક વર્ષોથી બનાસ નદી પર પુલની ગ્રામજનો માંગ કરી રહ્યા છે, પણ તંત્ર દ્વારા પુલ બનાવવાની કામગીરી કરાતી જ નથી.
પુલના અભાવે ગ્રામજનોને પડતી હાલાકી
પ્રાપ્ત માહિતી મુજબ અમીરગઢના કાકવાડામાં બનાસ નદી પર તંત્ર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ન કરાતા વિદ્યાર્થીઓ જીવના જોખમે બનાસ નદી પસાર કરવા મજબૂર બન્યા છે. પુલના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક વર્ષોથી બનાસ નદી પર પુલ બનાવવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે, પણ તંત્ર આ અંગે આંખ આડા કાન કરી રહ્યું છે. ચોમાસા દરમિયાન તો પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે. સરકાર વહેલી તકે પુલની મંજૂરી આપે તેવી ગ્રામજનોની માંગ છે.







