મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં શાળા જર્જરિત, કડકડતી ઠંડીમાં મંદિરના પટાંગણમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર

ગુજરાતમાં ભણશે ગુજરાત તો આગળવધશે ગુજરાતના બણંગા ફૂંકવામાં આવી રહ્યા હોય તેવું કડવું સત્ય

ગુજરાતમાં ભણશે ગુજરાત તો આગળવધશે ગુજરાતના બણંગા ફૂંકવામાં આવી રહ્યા હોય તેવું કડવું સત્ય સુરેન્દ્રનગરના દેવપરામાંથી સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના દેવપરામાં આવેલી સરકારી શાળા જર્જરીત હોવાને કારણે વિદ્યાર્થીઓને મંદિરના પટાંગણમાં બેસીને અભ્યાસ કરવો પડે છે.

કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા

ધોરણ 9  અને 10માં 80થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને ના છૂટકે કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ભણવાં મજબૂર બન્યા છે. જર્જરીત શાળાને કારણે વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.જોકે આ અંગે ગામના લોકએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે.

આ પણ વાંચો: અમદાવાદના જમીન દલાલ અને તેમના જમાઈ સાથે બંટી-બબલીએ આચરી 1.40 કરોડની ઠગાઈ

વિકાસની વાતો વચ્ચે આવી રીતે ભણશે ગુજરાત?

તંત્રને અનેકવખત રજૂઆત કર્યા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વિદ્યાર્થીઓ શિયાળો,ઉનાળો અને ચોમાસા દરમિયાન બહાર બેસીને પોતાનું શિક્ષણ પુર્ણ કરી રહ્યા છે..છતાં પણ નિષ્ક્રિય તંત્ર તેને ધ્યાને લેતું નથી.ત્યારે અહીં સવાલએ છે કે વિકાસની વાતો વચ્ચે આવી રીતે ભણશે ગુજરાત ?

આ સમાચાર શેર કરો