VIDEO: 'મારી અંતિમવિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ', સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
બનાસકાંઠાના સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુ
બનાસકાંઠાના સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. વાવ હાઈવેથી એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે એક નિવદેન આપતા કહ્યું કે, 'મારી અંતિમવિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ.'
વાવ બેઠકની પેટા ચૂંટણીમાં એક મત આપી કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, 'જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું કોંગ્રેસ નહી છોડું. મારો પાર્ટી છોડવાનો પ્રચાર કરનારા તત્વોને ખુલો પડકાર છે. વધુમાં જણાવ્યું કે હું વિજય થયા બાદ મારા મતદારોનો આભાર માનવા આવી છું. અને સાથે સાથે મેં આપેલું વચન પૂર્ણ કરવા મારા મતદાર ભાઈ-બહેનોને મામેરાની માતર ખવરાવવા પણ આવી છું. બહેન ભાઈને માતર ખવરાવે તેના બદલામાં મારે હીરા મોતી નથી જોઈતા. પરંતુ તાજેતરમાં વાવ બેઠકની યોજાનારી પેટા ચૂંટણીમાં એક મત આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા હાકલ કરી હતી.
સરકારે ગબરસિંહ જેવો ટેક્ષ નાખી ખેડૂતોને ચિંતાગ્રસ્ત કરી દીધા- શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે. ગેનીબેન બનાસની બેનની સાથે સાથે હવે દેશની બેન કહેવાતા થઈ ગયા છે. જેનું પાર્ટીને ગૌરવ છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકારે ગબરસિંહ જેવો ટેક્ષ નાખી ખેડૂતોને ચિંતાગ્રસ્ત કરી દીધા છે. ખેડૂતોના ટેક્ટર ખેતીમાં વપરાતી જંતુ નાશક દવાઓ બિયારણો ઉપર ટેક્સ નાખી દીધા છે જ્યારે પ્લેટીનિયમ જેવી ધાતુઓ ઉપર ટેક્સ ઘટાડી કોને રાજી કરાયા છે. વધુમાં જણાવ્યું હતું કે નર્મદા ખેડૂતોને 19 લાખ હેકટર જમીનની પિયત પાણી આપવાની જગ્યાએ માત્ર 9 લાખ હેકટરમાં પાણી આપી 10 લાખ હેકટર જમીન ખેડૂતોના નર્મદાના નીર ઉપર કાતર મૂકી બાકીનું પાણી ઉદ્યોગપતિઓને આપી દીધું છે.








