મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિ નિમિત્તે વિશેષ શૃંગાર અને હવનનું આયોજન

આગામી રવિવારથી શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ

તસવીર: gstv

આગામી રવિવારથી શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વિધિવત ઘટસ્થાપન કરવામાં આવશે. નવ દિવસ દરમિયાન માતાજીનો વિશેષ શૃંગાર કરાશે અને ગર્ભગૃહને મનોહર ફૂલોથી સજાવવામાં આવશે. આ ઉપરાંત, આઠમના દિવસે રાત્રે વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો