VIDEO: મોરબીમાં રિક્ષાની ચોરી કરીને તસ્કરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
રાજ્યના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે&nbs

રાજ્યના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના હળવદમાં વાહન ચોરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે. સરા રોડ પર આવેલા ટ્રાન્સપોર્ટ ઓફિસ બહાર પાર્ક કરેલી છકડા રિક્ષાની મોડી રાત્રે બે વાગ્યે ચોરી થઈ.
બે તસ્કરોએ રિક્ષાને ઢસડીને લઈ જતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ
બે તસ્કરોએ રિક્ષાને ઢસડીને લઈ જતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા..શિયાળાની ઠંડી રાત્રે શહેરમાં મોકળું મેદાન મળતાં તસ્કરો આરામથી ફરાર થઈ ગયા..આ ઘટનાએ નાઈટ પેટ્રોલિંગની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.







