મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં 15 ઈંચ વરસાદથી પરિસ્થિતિ ગંભીર ,વાહનો ડૂબ્યા, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસમાં 'બારે મેઘ ખાંગા' થતાં મોટાભાગનું ગુજરાત 'જળમગ્ન' બની ગયું છે. જામનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર શહેરમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે, સાથે સાથે  જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

વાહનો ડૂબ્યા, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

જામનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, વાહનો પણ ડૂબી ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઘણા માર્ગો પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે.

લાલપુર અને જામજોધપુરમાં 13 ઇંચ

મળતા અહેવાલ પ્રમાણે જામનગરના  જોડીયામાં 6 ઇંચ, ધ્રોલમાં 7 ઇંચ, કાલાવડમાં 12 ઇંચ, લાલપુર અને જામજોધપુરમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.  સતત વરસાદ અને ડેમોમાંથી પાણીની આવકને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોની હાલત કફોડી બની છે. 

આ સમાચાર શેર કરો