મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પ્રકૃતિ સાથે છેડછાડ કરશો  તો ઇશ્વરનો પ્રકોપ ભોગવવો પડશે, અરવલ્લી પર્વતમાળા મુદ્દે શંકરાચાર્યનું નિવેદન

સરકારની બદલાયેલી પરિભાષાથી હિમાલયથી પણ પ્રાચિન અરવલ્લી પર્વતમાળા પર જોખમ ઉભુ

સોર્સ: GSTV

સરકારની બદલાયેલી પરિભાષાથી હિમાલયથી પણ પ્રાચિન અરવલ્લી પર્વતમાળા પર જોખમ ઉભુ થયું છે. આ મુદ્દાને ગુજરાત, રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી પર્યાવરણના ચિંતકોમાં ભારે નારાજગી છે. હવે આ મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ સુચક નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ કહ્યું કે વૃક્ષો અને  પર્વતોનું નિકંદન પ્રકૃતિ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, જ્યારે મનુષ્ય પ્રકૃતિ સાથે છેડછાડ કરે છે ત્યારે ઈશ્વરનો પ્રકોપ ભોગવવો પડે છે. અને એ જ કારણ છે કે દેશ અને વિશ્વમાં આપત્તિઓ આવી રહી છે. પ્રકૃતિથી ક્યારેય છેડછાડ કરવી ન જોઈએ કેમકે કારણ કે પ્રકૃતિ જ આપણું જીવન છે. 

આ સમાચાર શેર કરો